Diwali 2021 : અમદાવાદમાં વોકલ ફોર લોકલને સપોર્ટ કરવા સ્વદેશી ચીજ વસ્તુની ખરીદીમાં જોર - Ahmedabad On Diwali 2021
આ વર્ષે દિવાળી પર વોકલ ફોર લોકલની (Vocal For Local) અસર કેવી છે તે જાણવા ETV Bharat દ્વારા અમદાવાદના સૌથી મોટા માર્કેટ એવા લાલ દરવાજા, ભદ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં મોટી સંખ્યામાં દિવાળીની (Diwali 2021) છેલ્લી ઘડીએ ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, પહેલા જોવા મળતા ચાઈનીઝ દીવડાઓ, ફટાકડાઓની જગ્યાએ સ્વદેશી વસ્તુ વેચતા અને સ્વદેશી વસ્તુઓ ખરીદતા લોકો જોવા મળ્યા હતા. લોકોમાં વોકલ ફોર લોકલને લઈને અવેરનેસ દિવસેને દિવસે વધી રહી છે. ચાઈનીઝ વસ્તુ લોકો સામેથી જ લેવાની ના પાડી રહ્યા છે. જ્યાં મોટા ભાગની સ્થાનિક બહેનો દ્વારા સ્વદેશી દીવડાઓ અને ફટાકડાની તેમજ ઘરના સુશોભન માટે ડેકોરેટિવ ચીજવસ્તુ વેચાણ કરવામાં આવી રહી હતી. જેમાં કેટલીક મહિલાઓનું કહેવું હતું કે, છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે માર્કેટ સારું છે, તો કેટલીક બહેનોએ એવું પણ કહ્યું હતું કે, એક મહિનાથી અમે અહીં આવીએ છીએ, પરંતુ જેવી જોઈએ તેવી ખરીદી પણ થઈ રહી નથી.