ભરૂચમાં આંબેડકર અંગે વિવાદિત વીડિયો બનાવનારા યુવાનો સામે કડક કાર્યવાહી કરવા માંગ - ભરૂચમાં વીડિયો વાઇરલ ન્યૂઝ
ભરૂચઃ શહેરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર અંગે વિવાદિત વીડિયો બનાવનારા યુવાનો સામે કડક પગલા ભરવાની માગ સાથે દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રેલવે કોલોનીના ગ્રાઉન્ડમાં પુનિત વર્મા, ધ્રુવ સોલંકી, હાર્દિક લિંબાચિયા અને મનીષ વસાવા નામના યુવાનોએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર અંગે આપત્તિજનક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ અંગે વિવાદ થતાં વીડિયો દૂર કરીને માફી પણ માગવામાં આવી હતી, પરંતુ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કલેક્ટર આવેદનપત્ર પાઠવી યુવાનો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ વીડિયો વાયરલ થયા બાદ ભરૂચ રેલવે પોલીસે યુવાનો સામે ગુનો નોંધી અટકાયત પણ કરી હતી.
Last Updated : Aug 8, 2020, 6:54 AM IST