અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને વળતર ચૂકવવાની કોંગી ધારાસભ્યની માગ - જૂનાગઢમાં અતિવૃષ્ટિ
જૂનાગઢઃ આ વર્ષે મોસમનો 150 ટકા કરતા વધુ વરસાદ પડયો છે. જેને લઈને જૂનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે. સરેરાસ કરતા ૫૦ ટકા વધુ વરસાદ પડવાને કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તેમનો પાક બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સરેરાશ કરતા પડેલા વધુ વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાં વધુ વરસાદને કારણે લીલો દુષ્કાળનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. તેવા તમામ ખેડુતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જે તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા તાકીદે વળતર ચૂકવવામાં આવે તેવી માગ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી છે.