જામનગરમાં ટેકાના ભાવે ચણાની નોંધણી પર ધાંધિયા, ખેડૂતોનો હોબાળો - જામનગર માર્કેટયાર્ડ ન્યૂઝ
જામનગરઃ જામનગર માર્કેટયાર્ડમાં ચણાની ઓનલાઈન નોંધણીમાં વિલંભ થતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ખેડૂતોએ હાપા માર્કેટયાર્ડ બહાર હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ માગ કરી હતી કે, "ગામડા દીઠ ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવે."