ડીપ ડિપ્રેશનમાં ફેરવાય રહ્યું છે 'મહા' વાવાઝોડું
ભાવનગર: 'મહા'વાવાઝોડું હાલ દરિયામાં નબળું પડી રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. જેના કારણે દીવથી ભાવનગર દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેને લઇને દરિયા કાંઠે NDRFની એક ટીમ ખડે પગે રાખવામાં આવી છે.