અરવલ્લી જિલ્લામાં દોડી રહી છે મોતની સવારી, જુઓ વીડિયો - gujaratinews
મોડાસા/અરવલ્લી: જિલ્લામાં મોતની સવારીઓ દોડી રહી છે, કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે તેનો જવાબદાર કોણ? રૂપિયા કમાવવાની લાલચમાં ખાનગી વાહનોમાં અવર લોડ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે. જિલ્લાના માર્ગો ઉપર ઘેટા-બકરાંની જેમ વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરવામાં આવી રહી છે. છાશવારેને છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે, ત્યારે માત્ર મેમો આપીને સંતોષ માની લેવામાં આવે છે. શું તેના માટે હપ્તા સિસ્ટમ કારણભૂત છે? અને કદાચ એટલે જ મીડિયા ગમે તેટલો આ બાબતે પ્રકાશ પાડે પણ મોતની મુસાફરી કરાવતા આવા વાહન ચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરાતી નથી. મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી જેવા અંતરિયાળ વિસ્તારોમાં પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી થઈ રહી છે.