દિયોદરમાં વીજ કરંટથી ખેત મજૂરનું મોત - news of banaskantha
બનાસકાંઠા: દિયોદર તાલુકાના ભેસાણા ગામે વીજ કરંટ લાગતા એક મજૂરનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, ભેસાણા ગામે રહેતા સોનાજી વણકર બુધવારે પોતાના ખેતરમાં ઘાંસ કાપી રહ્યા હતા. આ સમયે અચાનક વીજ થાંભલાના વાયર સાથે હાથ અડી જતા તેમને કરંટ વાગ્યો હતો. કરંટ લાગતા મજૂરે બૂમાબૂમ કરી હતી. જેથી આસ-પાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લોકો આવે તે પહેલા જ મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં દિયોદર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.