દરરોજ 20 બાળકોના મોત રાજ્ય સરકાર માટે શરમજનક: ગુલાબસિંહ રાજપૂત - વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
ગાંધીનગર: મંગળવારે ગુજરાત વિઘાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન બાળકોના મૃત્યુનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સરકારે બાળ મૃત્યુના જવાબમાં કહ્યું છે કે, દરરોજના 20 નવજાત બાળકોના મોત થાય છે. જે રાજય સરકાર માટે શરમજનક ઘટના છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં 2 વર્ષમાં 6 હજાર જેટલા બાળકોના મોત થયા છે. જે ચિંતાનો વિષય છે અને દરેક ઘારાસભ્ય બાળ મૃત્યુઆંકથી નારાજ છે.