સેલવાસમાં દમણગંગા રિવરફ્રન્ટ નજીક નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં નરોલી રોડ પર આવેલા દમણગંગા નદી રિવરફ્રન્ટ નજીક એક મહિલાનો મૃતદેહ પાણીમા તરતો દેખાતા ત્યાથી પસાર થતા વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ અને ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમા તપાસ કરવામા આવી હતી. પરંતુ આ મહિલાની કોઈ જ ઓળખ થઇ ના હોવાથી શબવાહિની દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલા સારા પરિવારમાંથી આવતી હોવાનું અને કોઈક અગમ્ય કારણોસર નદીમાં મોતને વ્હાલું કર્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.