કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર - પ્રેમ પ્રકરણમાં કેનાલમાં ઝંપલાવી આપઘાત
ખેડાઃ જિલ્લાના કપડવંજના આંબલીયારા પાસે નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં બંનેએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. ઘટનાને લઇ કપડવંજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસે કેનાલ પર પહોંચી મૃતદેહોને બહાર કઢાવી PM માટે કપડવંજ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં યુવક લસુન્દ્રા ગામનો અને યુવતી વિયાસજીના મુવાડાની રહેવાસી હોવાની તથા બંનેએ પ્રેમ પ્રકરણને લઈને કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી.
Last Updated : Jan 31, 2020, 2:51 AM IST