વડોદરાના સનફાર્મા રોડ પર વરસાદી કાંસમાંથી આધેડ ઉંમરની વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર - વડોદરા સનફાર્મા રોડ ઉપર ખુલ્લી વરસાદી કાંસમાંથી એક આધેડ ઉંમરની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
વડોદરા: શહેરના સનફાર્મા રોડ પર વરસાદી કાંસમાંથી એક આધેડ ઉંમરની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.