નવસારીના આ ગામમાં છેલ્લા 85 વર્ષથી થાય છે રાવણના પુતળાનું દહન - દશેરાની ઉજવણી
નવસારીઃ વિજયા દશમીના પર્વ પર દેશભરમાં વિશાળ રાવણના પૂતળાનું દહન કરાય છે. ત્યારે નવસારીના બીલીમોરા નજીકના તલોધ ગામે છેલ્લા 85 વર્ષથી દશેરાના દીને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષેની પ્રથા પ્રમાણે આ વર્ષે પણ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવતા રાવણના એક વિશાળકાય પૂતળાનું દહન કરવામાં આવે છે. તેમજ તલોધ રામજી મંદિરથી બ્રાહ્મણી માતા મંદિર સુધી રામ, લક્ષ્મણ અને હનુમાનની વેશભૂષાથી સજ્જ બનેલા ગામના યુવકોને બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.