પાટણમાં રાજપૂત સમાજના આગેવાનોએ કર્યું શસ્ત્ર પૂજન - પાટણમાં દશેરાની ઉજવણી
પાટણઃ શહેરમાં આવેલા દાન સિંહજી સત્યાર્થી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે મંગળવારે વિજયાદશમી પવિત્ર અવસર પર આસુરી શક્તિ પર સત્યના વિજય મેળવવાના પાવન પ્રસંગે પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા 20માં શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક વિધિથી પૂજન-અર્ચન અને મંત્રોચ્ચાર સાથે રાજપૂત સમાજના ભાઈઓએ તલવાર, રિવોલ્વર, બંધુક, કટાર સહિતના વિવિધ શસ્ત્રોનું પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન બાદ રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલા ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીની પ્રતિમાને માલ્યાર્પણ પણ કરવામાં આવ્યું હતું.