ગુરુપૂર્ણિમાઃ વિસનગર નાથજી મઠના મહંતનો વિશેષ ગુરુ સંદેશ, જુઓ વીડિયો - latest news of Mahesana
મહેસાણા: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ ગોવિંદ બન્નેમાં ગુરુઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને ગુરુ વિના ગોવિંદ સુધી પહોંચવું શક્ય નથી તેવું પણ કહેવામાં આવ્યું છે, ત્યા વર્ષોથી ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ દર્શનની ચાલી આવતી પરંપરાઓને લઈ ગુરુઓના દર્શન અને સેવા પૂજનનું ખૂબ મહત્વ રહેલું છે. મહત્વનું છે કે, આ ગુરુપૂર્ણિમાએ ગુરુઓના આશ્રમ મંદિરો અને મઠ પર મેળાવળો કરવો એટલે કોરોના જેવા ગંભીર વાઇરસને આમંત્રણ આપવા સમાન કહી શકાય, ત્યારે ગુરુઓ સાથે ધાર્મિક અને સત્સંગી રીતે જોડાયેલા ભક્તો અને શિષ્યોને આ વખતે ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા આવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.