પાટણમાં આવેલા સાંઈ બાબા મંદિરના કરો દર્શન - સાંઈ બાબા મંદિર
પાટણઃ જિલ્લાના કુણગેર રોડ પર આવેલા સાંઈ બાબા મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. આ મંદિર પાટણ સહિત પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જે વર્ષ 2003માં શેરડી સાંઈ બાબા મંદિરથી જ્યોત લાવી દ્વારકાઈમાં સ્થાપના કરવામાં આવી હતી, ત્યાર બાદ 09-03-2008ના રોજ સાંઈ બાબાનું ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જન્માષ્ટમી, રામનવમી, દત્તજયંતી, ગુરૂપૂર્ણિમાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત દર રવિવારે સાંજે મંદિર દ્વારા ખીચડી કઢીનો પ્રસાદ આપવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં સાઈ ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય કાર્યો પણ અહીં કરવામાં આવે છે. જેમાં બાળકોને વિનામૂલ્યે પુસ્તકો અને ગરીબ વર્ગના લોકોને વિના મૂલ્યે દવાઓ પણ આપવામાં આવે છે.