ભગવાન દ્વારકાધિશના મુખ્ય દ્વાર પર બિરાજમાન આશાપુરા માતાજીના કરો દર્શન - latest news in Dwarka
દ્વારકાઃ ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વાર ઉપર આશાપુરા માતાજીનું સ્થાન આવેલું છે. અહીં સવારે માતાજીની આરતી પણ કરવામાં આવે છે. આશાપુરા માતાજી દ્વારકાધીશ મંદિરના મુખ્ય પૂજારી પરિવારના કુળદેવી છે. સાથે સાથે ક્ષત્રિય જાડેજા પરિવાર ક્ષત્રિય હિન્દુ વાઘેર પરિવારના પણ કુળદેવી છે. હિન્દુ શાસ્ત્રો મુજબ માતા-પિતા પછી પહેલું સ્થાન કુળદેવીનું હોય છે. આપણે જીવનના તમામ ધાર્મિક પ્રસંગો પહેલા કુળદેવીનું પૂજન અર્ચન કરીએ છીએ.