અમદાવાદમાં દેવદિવાળીના દિવસે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં અન્નકૂટના દર્શન - અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિર
અમદાવાદ : નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દેવદિવાળીના દિવસે ઓછા દર્શનાર્થીઓ વચ્ચે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નગરદેવી ભદ્રકાળીને 56 ભોગનો અને દર વર્ષની જેમ રાબેતા મુજબ સવારે મંગળા આરતી અને બપોરે 11.30 વાગ્યે છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. કોરોનાના સમયને કારણે આ વર્ષે સૌ પ્રથમ વાર ખૂબ ઓછા પ્રમાણમાં અને ખૂબ જ ઓછા દર્શનાર્થીઓની વચ્ચે આ અન્નકૂટનું આયોજન થયું હતું.