ડાંગ જિલ્લો કોરોના મુક્ત થતાં લોકોને મળી અમુક છૂટછાટો - આઇસોલેટ
ડાંગ : ડાંગ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બન્યો છે. ત્યારે 21 દિવસ પહેલાં જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. ત્રણ પોઝિટિવ કેસ સામે આવતાં જિલ્લા વહીવટી તંત્રએ દર્દીના ગામ નજીકના ત્રણ કિમીના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દર્દીઓને સી.એચ.સી કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યાં હતાં. 14 દિવસમાં ત્રણે દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી. લોક ડાઉનના ચોથા તબકકામાં જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકોને અમુક છૂટછાટો આપવામાં આવી છે. દુકાનો ચાલુ રાખવા માટેની સમય મર્યાદા 8 થી 4 વાગ્યાં સુધી રાખવામાં આવેલ છે. ડાંગ જિલ્લામાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયુર્વેદિક હોસ્પિટલ આહવા દ્વારા લોકડાઉનના ત્રણ તબક્કામાં 845 કેમ્પો યોજવામાં આવ્યાં હતાં. જેમાં 3.5 લાખ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.