ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજ્યમાં લીલો દુકાળ, મગફળીના ઉભા પાકને મોટું નુકસાન, જાણો ખેડૂતોએ શું કહ્યું? - રાજકોટ જિલ્લામાં મગફળીના ઉભા પાકને નુકશાન

By

Published : Sep 30, 2019, 2:31 PM IST

Updated : Sep 30, 2019, 4:15 PM IST

રાજકોટઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના અમરેલી ગામમાં ખેડૂતોએ વાવેલ અડદ, મગ, કપાસ, મગફળી સહિતના પાકોમા ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ઉભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે. જ્યારે ખેતરમાં પણ વરસાદી પાણી ભરાતા ખેતરોમાં ચાલવું મુશ્કેલ બન્યું છે. ઇટીવી ભારત દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવતા ખેડુતોએ જણાવ્યું હતું કે, પહેલા ખેતરમાં મગફળી વાવી હતી પરંતુ મગફળીનો પાક નિષ્ફળ જતા ફરી અડદ, મગ સહિતના પાક વાવવામાં આવ્યા હતા પરંતુ અતિવૃષ્ટિના કારણે તે પાક પણ નિષ્ફળ ગયા છે. હવે માત્ર સરકાર પાસે નુકસાની મામલે સહાયની જ અપેક્ષા છે.
Last Updated : Sep 30, 2019, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details