ગીર સોમનાથમાં મેઘ કહેર: જગતનો તાત પરેશાન, પાક નિષ્ફળ જવાની ભીતિ - ખેડૂતોને નુકસાન
ગીર સોમનાથ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 20 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી વરસાદની હેલી હવે ખેડૂતો માટે આશીર્વાદમાંથી અભિશાપ બની રહી છે. ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે, ત્યારે તડકાનું નામ નિશાન નથી. આ સ્થિતિમાં ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ છે. ત્યારે સરકાર કોઈ યોજના અથવા સહાય પુરી પાડે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો મુખ્ય પાક ગણાતી મગફળીને વરસાદથી ભારે નુકસાન થયું છે, ત્યારે નાળિયેર, સોયાબીન, ધાણા જેવા વિવિધ પાકોની પરિસ્થિતિ પણ વરસાદને કારણે બગડી છે. ત્યારે સરકાર ખેડૂતો સામે જુએ અને વહેલી તકે રાહત કે, સહાય પૂરી પાડે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યાં છે.