સુરત: મનપા સંચાલિત સુમન શાળાઓની સંખ્યા વધારવાની માગ સાથે ધરણા - Women's Rehabilitation Council
સુરતઃ શહેરમાં ચોક બજાર વિસ્તારમાં આવેલા ગાંધી પ્રતિમા ખાતે મહિલા નવસર્જન પરિષદ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાઓની સંખ્યા ઓછી હોવાના કારણે જેના કારણે મર્યાદિત વિધાર્થીઓને જ પ્રવેશ આપવામા આવે છે. જેની રજૂઆત કરવામાં આવી છતાં હજી સુધી ચોક્કસ રીતે શાળાઓની સંખ્યામાં વધારો કરાયો નથી. ધરણા પ્રદર્શન યોજી તંત્ર સુધી વાત પોહચડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ધરણા પ્રદર્શન યોજી શાળાઓની સંખ્યામાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓ, વાલીઓ સહિત પરિષદની મહિલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી હતી.