મોડાસા દુષ્કર્મની ઘટનામાં દોષીતોને ફાંસી આપવા દલિત સમાજની માગ - Porbandar samachar
પોરબંદરઃ તાજેતરમાં અરવલ્લીમાં દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તમામ આરોપીને ઝડપી તેને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ પોરબંદર દલિત સમાજ તથા અનુસુચિત જનજાતિના લોકોએ કરી હતી. પોરબંદરમાં દલિત સમાજના લોકો પેરેડાઇઝ પાસે આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકને તથા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને ઝડપીને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.