જામનગરમાં આંબેડકરની પ્રતિમાવાળા પરિસરમાં તાળું લાગવતા દલિત સમાજ દ્વારા વિરોધ - gujarati news
જામનગર: શહેરના લાલબંગલા સર્કલ પાસે ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવામાં આવી છે. જેને મહાનગરપાલિકા દ્વારા તેના ગેટ પર તાળું લગાડવામાં આવ્યું હતું. દલિત સમાજના લોકો દ્વારા પ્રતિમાની સામે પ્રાર્થના કરવામાં આવે છે. જેના પગલે લોકોની લાગણી દુભાઈ હતી. દલિત સમાજ દ્વારા રેલી અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરીને મહાનગરપાલિકામાં કમિશ્નરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. દલિત સમાજ દ્વારા મહાનગરપાલિકાના ગેટમાં તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જો કે કમિશ્નરે દલિત સમાજની માગણી સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.