ગુજરાત

gujarat

ETV Bharat / videos

યાત્રાધામ ડાકોરમાં પારણા મહોત્સવમાં ગોપાલ લાલજી ચાંદીના પારણે ઝૂલ્યા - ડાકોર

By

Published : Oct 12, 2020, 11:00 PM IST

ખેડાઃ યાત્રાધામ ડાકોરમાં પારણા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં ઉજવવામાં આવેલા જન્માષ્ટમી મનોરથ પણ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ડાકોર મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરમાં ગોપાલ લાલજીને ચાંદીના પારણામાં બેસાડીને પારણા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અધિક માસમાં વિવિધ મનોરથની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડાકોર રણછોડરાયજી મંદિર પરિસર જય રણછોડ'ના જય નાદ સાથે ગૂંજી ઊઠયું હતું. મહત્વનું છે કે, અધિક માસમાં ડાકોર રણછોડરાયજી મંદિરમાં અનેક ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે. દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં વર્ષ દરમિયાન આવતા દરેક ઉત્સવો મંદિરમાં ઉજવાતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details