ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીને પગલે દાહોદના સ્કુલ વાહનચાલકોની હડતાલ પર જવાની ચિમકી - go on strike
દાહોદઃ સુરતની અગ્નિકાંડ ઘટનાને પગલે દાહોદ RTO દ્વારા શહેરમાં આવેલ વિવિધ શાળાઓ પર વિદ્યાર્થીઓને શાળાએ લઈને આવતા ખાનગી સ્કૂલ વાહન ચાલકોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમનું ઉલ્લંઘન કરી ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરીને લઈ જતા સ્કુલ વાહનચાલકો સામે રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસરે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી. RTO દ્વારા એકાએક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા ફફડી ઊઠેલા વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો હતો અને જો દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે તો, તાત્કાલિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.