દાહોદ પ્રાંત કચેરી કેમ્પસમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ - dahod Revenue Department news
દાહોદઃ દિવાળી પર્વના પ્રારંભે દાહોદ પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેવન્યુ વિભાગના કર્મચારીઓએ શ્રમદાન કરી સફાઈ કામગીરી કરી હતી. આ કાર્યક્રમ સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા હેતુથી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.