જનતા કરફ્યૂ: દાહોદ જિલ્લા પોલીસ વડાનો પ્રજાજોગ સંદેશ, જુઓ વીડિયો - કોરોના વાઇરસ ન્યૂઝ
દાહોદ: જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે રવિવારના જનતા કરફ્યૂમાં સહયોગ કરવા બદલ જિલ્લાવાસીઓનો આભાર માન્યો હતો. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે કહ્યું કે, દાહોદમાં કલમ 144નો અમલ નહીં કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના જનતા કરફ્યૂને લોકોએ સમર્થન આપ્યું હતું. 31મી માર્ચ સુધી દાહોદ જિલ્લામાં 144નું જાહેરનામું છે. જેનું સખત પાલન કરવા અપીલ કરી છે. જાહેરનામું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.