દહેજ-ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનો 24 ફેબ્રુઆરીથી પ્રારંભ - દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ
ભરૂચઃ દક્ષિણ ગુજરાતને સોરાષ્ટ્ર સાથે જોડતી દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ છેલ્લા ઘણા દિવસથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, દક્ષિણ ગુજરાતથી સોરાષ્ટ્ર સુધીનું દરિયાઈ માર્ગે અંતર ઘટાડવા માટે મહત્વપૂર્ણ રો રો ફેરી સર્વિસ દહેજ બંદરે ડ્રેજીંગની સમસ્યા આવતા છેલ્લા ઘણા સમયથી બંધ હતી અને તાજેતરમાં જ આ મહત્વપૂર્ણ સેવા ચાલુ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને હવે તારીખ 24 ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તારીખ 10 માર્ચ સુધી ફેરી સર્વિસ દિવસમાં એક જ વખત દહેજ અને ઘોઘા વચ્ચે દોડાવાશે. દહેજ બંદરે ડ્રેજીંગની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર તરફથી ખાતરી મળતા ફેરી સર્વિસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.