ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા લવજેહાદના કાયદાની સરકારમાં કરશે રજૂઆત - Dabhoi MLA Shailesh Mehta
વડોદરા: દેશભરમાં કેટલાક સમયથી લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામાં ગુજરાતમાં પણ વિધર્મી યુવકો હિંદુ યુવતીઓને ફોસલાવી ધર્મપરિવર્તન કરાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવતા જે રીતે ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે લવજેહાદનો કાયદા માટે કાર્યવાહી કરી છે. તેમ ગુજરાતમાં પણ આ કાયદો બનવો જોઇએ તેમ જણાવી ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતે સરકારમાં રજૂઆત કરશે તેવું નિવેદન આપ્યું હતું.