વાયુ વાવાઝોડાનો સામનો કરવા કચ્છ વહીવટી તંત્ર તૈયાર - gujarati news
ભુજ: અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડુ હવે ધીમું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાઈ રહ્યું છે. સવારથી કચ્છના દરિયાઈ પટ્ટામાં પવન સાથે વરસાદ છે પણ તીવ્રતા ઓછી છે તેમ છતાં કચ્છનું તંત્ર સતર્ક છે. હવામાન વિભાગની જાણકારી મુજબ વાયુ વાવાઝોડું હાલ સક્રિય છે, પરંતુ તે નબળું પડી રહ્યું છે. સોમવારે સાંજ સુધીમાં તે કચ્છના જખૌ અને લખપત પટ્ટા વચ્ચે ટકરાય તેવી શક્યતા છે જેને લઈને એરપોર્ટ પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે. કચ્છ વહીવટીતંત્રએ NDRFની 5 અને BSFની 2 ટીમોને સ્ટેન્ટ ટુ રાખી છે. તેમજ સ્થળાંતરણ, રેસ્ક્યુ તથા બચાવ રાહતની પણ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને વર્ષ 1998માં જે રીતે પૂર્વીય દિશામાં ફંટાઇ આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો તેવી જ સ્થિતિ હાલ જાણકારો જોઈ રહ્યા હોવાથી તંત્ર ખાસ સાવચેત છે અને તમામ પાસાઓ દિશાઓ અને જરૂરિયાત પર ધ્યાન આપી રહી છે.