ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વિટર સાઇટ પર અભદ્ર ભાષામાં લખાણ કરતા શખ્સની ધરપકડ

By

Published : Dec 26, 2020, 10:09 AM IST

Updated : Dec 26, 2020, 12:37 PM IST

અમદાવાદ : અમદાવાદના સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ દ્વારા શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. અમિત વસાવાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગના ટ્વિટર હેન્ડલને ટેગ કરી વડોદરાના એક વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું. જે બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આકાશ જૈન નામના યુવક દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બી.કોમ નો અભ્યાસ કરે છે. સાઈબર ક્રાઈમ બ્રાંચે આકાશ જૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Dec 26, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details