માંગરોળના દરીયામાં જોવા મળ્યો કરંટ, 8 ફુટ ઉંચા મોજા ઉછળ્યા - માંગરોળ દરિયો
જૂનાગઢ : રાજ્ય સહિત જિલ્લામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે, ત્યારે ગઇકાલથી જ માંગરોળ પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. જેના પગલે માંગરોળનો દરિયો ગાંડોતુર જોવા મળ્યો હતો. આ તકે વરસાદી વાતાવરણને પગલે આઠ ફુટ કરતા પણ ઉંચા મોજા સાથે પાણીમાં કરંટ જોવા મળતો હતો.