શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરાઈ - સાંસ્ક્રુતિક કાર્યક્રમો
અરવલ્લીઃ જિલ્લાના શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કન્યાઓએ ભરતનાટ્યમ નૃત્ય કરી હાજર દર્શાનાર્થીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. મંદિરના પરિસરમાં ખીચો ખીચ ભરેલા લોકોની ભીડમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ જન્મોત્સવ સુધી ચાલી હતી.