મુંબઈ-દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરુઆત થઇ - div news
જૂનાગઢઃ માયા નગરી મુંબઈથી દીવને જોડતી ક્રુઝ સેવાની શરુઆત થઇ છે. બુધવારે ક્રુઝને મુંબઈથી રવાના કરી સેવાને શરૂ કરાઇ. જલેશ ક્રુઝ આજે સવારે 400 યાત્રિકોને લઈને દીવ પહોંચી હતી. જેને કારણે સંઘ પ્રદેશ દીવના પ્રવષ્ણ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે. માયા નગરી મુંબઈ અને પર્યટન સ્થળ દીવ વચ્ચે આજથી ક્રુઝ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુરુવાર રાત્રે 8ઃ30 કલાકે મુંબઈથી 400 જેટલા યાત્રિકો લઈને જલેસ નામની શિપ મુંબઈથી અંદાજિત 12 કલાકના સમય બાદ આજે સવારે દીવ ખાતે આવી પહોંચી હતી.