શરદપૂર્ણિમાઃ અંબાજીમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો... - ભક્તોની ભીડ
અંબાજીઃ આજે શરદપૂર્ણિમા છે. ખાસ કરીને શીતળતાનો અનુભવ આજથી લોકોને થતો હોય છે. જ્યાં ચોમાસુ સંપૂર્ણ પણે વિરામ લઈને શિયાળાની શરૂઆત આજથી થતા હોવાની માન્યતા પ્રવર્તે છે. આમ તો ચાલુવર્ષની શરદપૂનમને છેલ્લી પુનમ માનવામાં આવે છે. જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ માં અંબાના નિજ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથે માં અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા. શરદપૂનમ એ ચાલુ વર્ષની છેલ્લી પૂનમ છે. હવે જે પૂનમ આવશે તે આવનારા નવા વર્ષ એટલે કે, દિવાળી પછી આવશે તેથી શ્રદ્ધાળુઓ પણ આજે શરદપૂર્ણિમાને લઈ શીતળતા જે આજે ચાંદની વિખેરવામાં આવે છે.