ભરૂચના નેત્રંગમાં યુરીયા ખાતર લેવા ચપ્પલની લાઈનો, જુઓ વીડિયો... - fertilizer shop
ભરૂચ: જિલ્લામાં હાલ કોરોના વાઈરસનું સંક્રમણ ચાલી રહ્યું છે, ત્યારે ટ્રાયબલ બેલ્ટ નેત્રંગ ખાતે ખેડૂતોની ભીડ જોવા મળી હતી. ખેડૂતોએ યુરીયા ખાતર મેળવવા માટે આજે વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી હતી. લાઈનમાં ઉભા રહી થાકી જતા ખેડૂતોએ લાઈનમાં પગરખા મૂકી પોતાનો નંબર આવવાની રહા જોઈ હતી. સવારે ખાતરની દુકાન ખુલતા જ ભારે ભીડ જોવા મળી રહી હતી. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર ખેડૂતોને ખાતર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે એ જરૂરી છે.