ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદથી ખેતરમાં ઉભા પાકને નુકસાન - ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો
ડાંગ: ડાંગ જિલ્લામાં બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો હતો. ભારે પવન સાથે અચાનક વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. મુખ્ય મથક આહવા ખાતે ભારે વરસાદને પગલે ઠેરઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. જયારે ગિરિમથક સાપુતારામાં અને સુબીર તાલુકામાં પણ વરસાદી ઝાપટું પડતાં પ્રવાસીઓ વરસાદી માહોલની મઝાં માણતા નજરે ચડ્યા હતા. જોકે વરસાદને કારણે ખેડુતોનાં ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે.