વડોદરામાં નવરાત્રીના પહેલા દિવસે રસ્તા પર મગર દેખાતા લોકોમાં કુતુહલ - Vadodara latest news
વડોદરાઃ વરસાદી માહોલ વચ્ચે શરૂ થયેલા નવરાત્રીના પાવન તહેવારના પહેલા જ નોરતે રસ્તા પર મગર દેખા દેતા લોકોમાં કુતુહલ સર્જાયો હતો. આમ તો વડોદરામાં મગર દેખાઇ તો કોઇ નવાઇ પામતું નથી, પરંતુ રવિવારે મોડી રાત્રે રાજમહેલ રોડ પર લટાર મારતો જોવા મળેલો મગર ગરબા જોવા નિકળ્યો છે તેવી રમુજી વાતો શહેરમાં થવા લાગી હતી.