વડોદરાના મોટી કરોલ ગામના તળાવમાંથી મગરનું રેસ્ક્યું કરાયું - કરજણ ગામટ
વડોદરાઃ કરજણના મોટી કોરલ ગામના તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી બે મગર આવી ગયા હતાં. આ મગરો તળાવમાં પાણી પીવા માટે આવતા કુતરાઓ તથા બકરાઓનો શિકાર કરતા હતા. જેને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંતે ગામના સરપંચ દ્વારા ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સભ્યોએ મગરને રેસ્કયુ કરવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. મોડી રાત્રે પાંજરામાં એક 7 ફૂટનો મગર આવી ગયો હતો. ટ્રસ્ટના સભ્યોએ મગરને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપ્યો હતો.