વડોદરાની વાઘોડિયા દેવ નદીમાં આધેડ પર મગરે કર્યો હુમલો - વડોદરાના તાજા સમાચાર
વડોદરા: વાઘોડિયાના પાટીયાપુરા ગામ પાસેની દેવ નદીમાં નાહવા ગયેલા 52 વર્ષીય જગદીશ વસાવા નામના આધેડ પર મગરે હુમલો કર્યો છે. જેથી આધેડના છાતીના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. મગરે જગદીશભાઈ પર હુમલો કરતાં આસપાસના લોકોએ જગદીશભાઈને મગરના મુખમાંથી છોડાવી 108 મારફતે સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.