રાજકોટ કોંગ્રેસ દ્વારા રાવણને હેલ્મેટ પહેરાવીને કરાયું દહન, કાર્યકર્તાઓની અટકાયત - Rajkot Congress wearing Ravana helmet
રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે વિજયા દશમીના દિવસે ત્રિકોણબાગ ખાતે રાવણ દહન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે. તેના વિરોધના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાવણને હેલ્મેટ પહેરાવીને દહન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે, એવામાં કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે રાવણનું દહન કરતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. રાવણ દહન કાર્યક્રમ બાદ પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.