જૂનાગઢની માંગરોળ ગ્રામ પંચાયતના ઓરડા જર્જરીત હાલતમાં - ઓરડા જર્જરીત
જૂનાગઢ : માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના થલ્લી ગામની બંને ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં છે. આ સમગ્ર બાબતે સરપંચ અને તલાટી મંત્રીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં અહીં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરેલી નથી. ગ્રામ પંચાયતની દયનીય પરીસ્થીતીને જોતા લાગે છે કે તંત્ર ક્યારે જાગશે, હાલ ગામમાં અન્ય વિકાસના કામો તો બાકી જ છે પણ એક ગ્રામ પંચાયતનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર ક્યારે ઘટતુ કરશે તે તો સમય જ બતાવશે.