સી. આર.પાટીલના મોઢવાડિયા પર પ્રહાર, કહ્યું- 'અર્જુન મોઢવાડિયા જૂઠવાડીયા છે' - C R Patil BJP state president
અમરેલી: પેટા ચૂંટણીના સંદર્ભમાં ધારી આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલએ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સી. આર. પાટીલે કહ્યું કે, 'મોઢવાડિયા જૂઠવાડિયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વર્ષ 2019ની તેમની એફિડેવિટની કોપી જાહેર કરીને જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ કોઈ ગુનો નથી. હાઈકોર્ટે જાહેર કરેલા લિસ્ટમાં પણ મારું નામ નથી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ છે અને જૂઠવાડીયા મારું રાજીનામું માગે છે'.