ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શનિવારે અરવલ્લીની મુલાકાતે - સી.આર.પાટીલ શનિવારે અરવલ્લીની મુલાકાત લેશે
ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે અરવલ્લી જિલ્લાની મુલાકતે આવવાના હોવાથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં 8 પર આવેલી રાજેન્દ્રનગર ચોકડીથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરશે અને મોડાસા કોલેજ સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. અંદાજીત 28 કિલોમીટર લાંબી રેલી દરમ્યાન તેઓ લોકોનું અભિવાદન કરશે. આ મુલાકાતને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.