ગુજરાત

gujarat

ETV Bharat / videos

80 ફૂટ ઉંડા કુવામાં ખાબકેલી ગાયને બચાવવા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ - ગાય ખાબકી

By

Published : Jul 31, 2020, 8:07 PM IST

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા નગરને અડીને આવેલ બાજકોટ દેવરાજ નજીક અવાવરૂ કુવામાં ગાય ખાબકી હતી. ઘટનાની જાણ જીવદયા સંગઠનને થતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 80 ફૂટ અવાવરૂ કુવામાં કણસતી ગાયને કાઢવા મોડાસા નગરપાલિકાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ટીમ ક્રેન સાથે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથધરી ભારે જહેમત બાદ ગાયને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી. ઉંડા કુવામા ખાબકેલી ગાયને જીવદયા પ્રેમીઓ અને નગરપાલિકાની ટીમે બચાવી લેતા લોકોએ સરાહના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details