રાજકોટ: વિરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
રાજકોટ: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજકોટના જસદણ નજીક આવેલી શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરની જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વિરનગર ગામે શિવાનંદ મિશન સવિતા સદન નેત્રાલયના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે 70 બેડની સુવિધાની કરવામાં આવી છે. આ હોસ્પિટલના કવાર્ટર્સ અને હોસ્પિટલની કેન્ટીન સહિતની સુવિધા કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા, દરબાર સાહેબ, CL વર્મા TDO જસદણ સહિતના લોકોએ દીપ પ્રાગટય અને ઉદ્ઘાટન કર્યુ હતું. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના લક્ષણો નથી અને પોઝિટિવ છે અને કોઈના ઘરે હોમ આઇસોલેટની સુવિધા નથી, તો તેવા લોકોને અહીંયા સારવાર આપવામાં આવશે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ટ્રસ્ટીઓ, ડોકટરો સાથે પણ કોરોના અંગે ચર્ચાઓ કરી હતી.