ખેરાલુ પેટા ચૂંટણી માટે મતગણતરી શરુ - counting Starts
મહેસાણા : ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર , કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર અને NCP માંથી પથુજી ઠાકોર અને અપક્ષમાંથી જરીના બેન ઠાકોર એમ કુલ ચાર ઉમેદવારો પૈકી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. મતગણતરી માટે 14 ટેબલ પર 20 રાઉન્ડમાં મતોની ગણતરી કરવામાં આવશે. 20 રાઉન્ડની મતગણતરી અંતે 5 બુથો પરની વીવીપેટની સ્લીપ મેન્યુઅલ ગણતરી કર્યા બાદ મતગણત્રી પ્રક્રિયા સંપન્ન થશે. જે આધારે ખેરાલુની આ પેટા ચુંટણીમાં વિજેતા ઉમેદવાર અને ધારાસભ્ય તરીકેનો સરતાજ કોના માથે શોભશે. તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.