ખેડા લોકસભા બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે ગુરૂવારે મતગણતરી - Lok sabha election 2019
ખેડાઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મેના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાના 7 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે આવતીકાલે 23મી મેના રોજ ગુજરાત તમામ લોકસભા બેઠકો પર મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ખેડા લોકસભા બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.