વિસાવદરમાં ગુલાબી ઈયળને કારણે કપાસનો પાક નિષ્ફળ - Viswadarnews
જૂનાગઢ: જિલ્લામાં કપાસના પાક પર ગુલાબી ઇયળનું આક્રમણ હજુ પણ યથાવત છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં પણ હવે ગુલાબી ઇયળનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઈને કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતો પાક પર રોટાવેટર ફેરવીને ઈયળના ત્રાસમાંથી મુક્તિ મેળવી રહ્યા છે.