રાજકોટ મનપાના કર્મચારીઓએ જ સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ, વીડિયો વાઇરલ - રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડીયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાજકોટ મનપાના ઓફિસર જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ડ્યુટી વાનમાં વોર્ડ ઓફિસર સુનિતા નંદાણી સહિત પાંચ લોકો સવાર હતા, તે દરમિયાન વિસ્તારમાં સ્થાનિક દ્વારા સમગ્ર ઘટનાને રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીમાં લોકોએ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું સહિતની બાબતોથી કાળજી રાખવી પડે છે. આ સાથે જ માસ્ક ન પહેર્યું હોય તો મનપાની ટીમ દ્વારા દંડ પણ કરવામાં આવે છે, ત્યારે મનપાના કર્મચારીઓએ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોય તેવું ઘટના કેમેરામાં કેદ છે. તેવામાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે મનપાનાં કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ?